Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રાજ્‍યના મુખ્‍ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૬૮.૦૩ ટકા જળસંગ્રહઃ સરદાર પરિયોજનામાં ૭૯.૬૩ ટકા જળસંગ્રહ

રાજ્‍યના ૩૩ જળાશયો ૧૦૦ ટકાથી વધુ અને ૪૮ જળાશયો ૭૦ ટકાથી ૧૦૦ ટકા જેટલા ભરાયાં

રાજકોટ તા.૪: રાજયમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજયની મહત્‍વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૦૪ ઓગસ્‍ટ-૨૦૨૨ સુધીમાં ૬૮.૦૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૬૬,૦૨૪ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્‍તિના ૭૯.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજયના જળસંપત્તિ વિભાગના ફલડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજયના ૨૦૬ જળાશયોમાં ૩,૪૦,૯૫૮ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્‍તિના ૬૧.૦૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજયમાં ૩૩ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૮ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્‍ચે, ૩૫ જળાશયો (સરદાર સરોવર સહિત) માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્‍ચે, ૩૮ જળાશયોમાં ૨૫ ટકા થી ૫૦ ટકાની વચ્‍ચે, ૫૨ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્‍ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્‍છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં ૩૩ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જયારે ૨૦ જળાશયોᅠ ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્‍ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૦ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૭ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્‍ય ચેતવણી આપવામાં આવી છે.

(4:25 pm IST)