Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

તહેવારોમાં એમેઝોન ઈન્‍ડિયા માત્રે એક થી બે દિવસમાં ડિલીવરી કરશે

(કેતેન ખત્રી), અમદાવાદઃ  એમેઝોન ઈન્‍ડિયાએ ગ્રાહકોનાં પેકેજીસની ડિલિવરી માટે ૩૨૫થી વધુ આંતરશહેરી પરિવહન લેન સાથે ભારતીય રેલવે સાથે તેના સંચાલન સહભાગને વધુ મજબૂત બનાવવાની ઘોષણા કરી હતી. ભારતીય રેલવે સાથે ૨૦૧૯માં તેણે કામગીરી શરૂ કરી ત્‍યારથી રેલવે લેનમાં પાંચગણો વધારો થયો છે અને તેથી દેશના અંતરિયાળ ભાગોમાં ગ્રાહકોને ૧ અને ૨ દિવસમાં ડિલિવરી કરવાનું વચન આપીને કંપની માટે તે એક મોટો આધાર બની છે. આ વિસ્‍તરણ સાથે એમેઝોન ઈન્‍ડિયા હવે જામનગર, અમદાવાદ અને સુરત વગેરે જેવા ગુજરાતનાં શહેરોમાં ભારતીય રેલવે થકી ગ્રાહકોનાં પેકેજીસની ડિલિવરી કરશે.

આ એમેઝોન ટ્રાન્‍સપોર્ટેશન, ઈન્‍ડિયાના ડાયરેક્‍ટર વેન્‍કટેશ તિવારીએ જણાવ્‍યું હતું કે, એમેઝોનમાં અમે દેશભરમાં ખૂણેખાંચરે ગમે ત્‍યાં અમારા ગ્રાહકો રહેતા હોય ત્‍યાં તેમને ઝડપી અને સુવિધાજનક શોપિંગ અનુભવ પૂરો પાડવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યા છીએ. ભારતીય રેલવે સાથે કામ કરવાથી અમને ફક્‍ત ૧ અથવા ૨ દિવસમાં ડિલિવરી માટે સુરત, વડોદરા, અમદાવાદ વગેરે જેવાં શહેરોમાં ગ્રાહકોને ઝડપી ડિલિવરી વચન આપીને તે કટિબદ્ધતાને વધુ આગળ લઈ જવામાં મદદ થઈ છે.

(4:30 pm IST)