Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી કંબાઇ ગામે મહાદેવના મંદિરે બે વિદેશી નાગરિકો અમદાવાદથી દાંડીયાત્રાએ નીકળ્‍યા

શિવલિંગનો જળાભિષેક જોઇ રિકી અને હેરિકા અભિભૂત થયાઃ ગરબે ઘુમ્‍યા

ભરૂચઃ યુરોપના હેરિકા અને રિકી નામના બે વિદેશી નાગરિકો ભરૂચ જિલ્લાના કાવી કંબાઇ ગામે મહાદેવના મંદિરે થતો જળાભિષેક જોઇ આનંદીત થયા અને અમદાવાદથી દાંડીયાત્રાએ નીકળેલા આ બંને નાગરિકો મંદિરમાં ગરબે ઘુમ્‍યા જેથી મંદિર પરિસરમાં રમુજ સર્જાયુ હતુ.

ગુજરાતમાં ગરબાની કોઈ સીઝન હોતી નથી. ગુજરાતી ગરબાનું વિદેશીઓને પણ જબરું ઘેલું લગાડેલું છે. ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી કંબોઇ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે 2 વિદેશી નાગરિકો આવી પહોંચ્યા હતા.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી કંબોઇ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે 2 વિદેશી નાગરિકો આવી પહોચ્યા હતા. યુરોપના રિકી અને હેરિકા નામના 2 વિદેશી નાગરિકો અમદાવાદથી દાંડી પથ પર યાત્રા માટે નીકળ્યા હતા. જેઓ પોતાની દાંડીયાત્રા લઈને ભરૂચના જંબુસર ખાતે આવી પહોચ્યા હતા ત્યારે પવિત્ર તીર્થધામ કાવી કંબોઇ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની પણ વિદેશી નાગરિકોએ વિશેષ મુલાકાત લીધી હતી.

જ્યાં મંદિરે દરિયા દેવના જળથી શિવલિંગને થતાં જળાભિષેક જોઈ બન્ને વિદેશી નાગરિકો અભિભૂત થયા હતા. સાથે જ કાવી કંબોઇના દરિયા કિનારે રિકી અને હેરિકાએ ગુજરાતીઓ સાથે ગરબા અને ડાન્સ કરી ખૂબ મજા માણી હતી. વિદેશી પર્યટકોને ગરબે ઘૂમતા જોઈ હાજર લોકોમાં પણ એક રમૂજભર્યું દ્રશ્ય જોવા મળ્યું હતું.

(5:37 pm IST)