Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

અમદાવાદથી ચંદીગઢ જતી ગો ફર્સ્‍ટની ફલાઇટ સાથે પક્ષી ટકરાતા ડાઇવર્ટ કરવી પડીઃ કોઇ નુકશાન નથી

આ અગાઉ પણ પક્ષી ટકરાયા બાદ વિમાનમાં ટેકનીકલ સમસ્‍યા થઇ હતી

અમદાવાદઃ અમદાવાદથી ચંદીગઢ જઇ રહેલ ગો ફર્સ્‍ટની ફલાઇટ સાથે પક્ષી અથડાતા અમદાવાદ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી.

અમદાવાદથી ચંદીગઢ જઇ રહેલી ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે. DGCA અનુસાર, Go Firstની ફ્લાઇટે 4 ઓગસ્ટે અમદાવાદથી ચંદીગઢ માટે ઉડાન ભરી હતી. જેમાં પક્ષી ટકરાયા બાદ તેને અમદાવાદ ડાયવર્ટ કરી દેવામાં આવી છે, તેની ફ્લાઇટ સંખ્યા જી 8911 છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી કોઇ નુકસાનની જાણકારી સામે આવી નથી.

આ પહેલા પણ જૂન મહિનામાં પટણાથી દિલ્હી અને દિલ્હીથી ગુવાહાટી જઇ રહેલા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. આ બન્ને વિમાનોમાં પણ પક્ષી ટકરાયા બાદ ટેકનિકલ સમસ્યા આવી ગઇ હતી. ઉડાનની થોડી વાર બાદ બન્ને વિમાનને લેન્ડ કરાવવા પડ્યા હતા. આટલુ જ નહી તેમાંથી એક વિમાનના એન્જિનમાં આગ પણ લાગી ગઇ હતી.

(5:45 pm IST)