Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

સુરત:1.57લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં ઉધાર ખરીદેલા માલના પેમેન્ટ પેટે આપેલા 1.57 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી વેપારીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ મિત્તલકુમાર રસીક નાદપરાએ દોષી ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી હતી. સલાબતપુરા માળીની વાડી ખાતે મહેક દુપટ્ટાના ફરિયાદી સંચાલક મોનાલી અંકુલ બિસ્કીટવાલાએ પોતાના પતિની સાથે વર્ષોથી ધંધો કરતા નવસારીના પુજા મેચિંગ સેન્ટરના આરોપી સંચાલક હરીશ જી.સુગંધીને વર્ષ-2018-19માં કુલ રૃ.4.06 લાખની કિંમતનો ઉધાર માલ આપ્યો હતો.જેના બાકી પેમેન્ટ પેટે આરોપીએ 1.57 લાખની કિંમતના ચેક ફરિયાદી લખી આપ્યા હતા. તે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આજે આ કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી એક વર્ષની સજા અને ફરિયાદીને લેણી રકમ 60 દિવસમાં ન ચૂકવે તો વધુ બે માસની કેદની સજા કરીહતી. કોર્ટે જણાવ્યું હતું કે આ કાયદા પાછળનો હેતુ ધ્યાને લેતા આવા કેસમાં આરોપી પ્રત્યે દયા રાખીને માત્ર દંડ કરી છોડી દેવા યોગ્ય ન હોઈ બેંકીંગ વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે સજા કરવી જરૃરી છે.

(5:54 pm IST)