Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

વડોદરાના જેતલપુર રોડ વિસ્તારમાં મકાનના ટેરેસ પર દારૂની મહેફિલ માણતા ચાર મિત્રોને પોલીસે રંગે હાથે ઝડપી જેલ હવાલે કર્યા

વડોદરા: શહેરના જેતલપુર રોડ વિસ્તારમાં ગઈ રાત્રે મકાનની ટેરેસ પર દારૂની મહેફિલ મારતા ચાર મિત્રોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેતલપુર રોડ નજીક અંબિકા મીલની ચાલીના એક ખંડેર મકાનની ટેરેસ પર કેટલાક લોકો દારૂની મેહફીલ માણી રહ્યા હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે ચાર યુવકોને ઝડપી પાડી તેમની પાસે દારૂની અડધી બોટલ, ચાર મોબાઇલ તેમજ ત્રણ ગ્લાસ કબજે કર્યા હતા.

પકડાયેલાઓમાં સની નારાયણ ભાઈ માહોર, કૃણાલ ભરતભાઈ આઝાદ (બંને રહે.અંબિકા મીલ ની ચાલી જેતલપુર), કુમાર ત્યાગરાજ સેટીઆર (આકાશદીપ સોસાયટી,હાઈ ટેન્શન રોડ,સુભાનપુરા) અને વિનોદ રાજેન્દ્ર મુદલીયા૨ (પેરેમાઉન્ટ ચાલ, જેનીથ સ્કૂલ પાસે, પ્રતાપ નગર રોડ) નો સમાવેશ થાય છે.

(5:54 pm IST)