Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

વડોદરા નજીક હાઇવે પર વહેલી સવારે પ્લાયવુડ લઈને જતી ટ્રક પલ્ટી ખાતા રસ્તા પર કેમિકલની રેલમછેલ

વડોદરા: વડોદરા નજીક હાઇવે ઉપર આજે વહેલી સવારે ધડાકા ભૈર ટ્રક પલટી જતા ચકા જામ થયો હતો. અમદાવાદ સુરત વચ્ચે વડોદરા નજીક કપુરાઈ બ્રિજ પર આજે વહેલી સવારે પ્લાયવુડની પાટ લઈને જઈ રહેલી ટ્રક ધડાકા ભેર પલટી જતા રોડ પર કેમિકલ ઢોળાયું હતું. આ સાથે અંદર મુકેલા લી પ્લાયવુડની પ્લેટો પણ રોડ પર વિખેરાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવના સ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડ આવી ગયા હતા અને ટ્રકને ખસેડી વાહન વ્યવહાર રાબેતા મુજબનો કર્યો હતો. ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા મુજબ, એક ટેન્કર ચાલક સાથે ટક્કર થયા બાદ ટ્રક પલટી ગઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જોકે ઉપરોક્ત સ્થળે માત્ર ટ્રક મળી આવી હતી ટેન્કરનો પત્તો ન હતો. જેથી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

(5:54 pm IST)