Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

આણંદ જિલ્લામાં જુદા જુદા 6 સ્થળોએ પોલીસે દરોડા પાડી શ્રાવણીયો જુગાર રમતા 35 શખ્સોને રંગે હાથે ઝડપી પાડયા

આણંદ:જિલ્લામાં હવે ધીરેધીરે શ્રાવણીયા જુગારની મોસમ ખીલવા માંડી છે. પોલીસે કુલ છ સ્થળોએ દરોડાઓ પાડીને ૩૫ જેટલા શખ્સોને પત્તા પાનાનો જુગાર રમતાં ઝડપી પાડીને ૭૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આંકલાવ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે ખડોલ (હ)ગામે આવેલી દુધની ડેરી પાછળ છાપો મારતાં જુગાર રમતાં ૧૧ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. જેમની અંગજડતી તેમજ દાવ પરથી રોકડા ૧૮૬૧૦ મળી આવતાં તે જપ્ત કરવામાં આવ્યા હતા. પકડાયેલા શખ્સોના નામઠામ પુછતાં તેઓ ભરત ઉર્ફે જગદીશ મગનભાઈ સોલંકી, સમસુદ્દીન ઉર્ફે પીન્ટો જીતસિંહ પરમાર, ચંદુભાઈ ડાહ્યાભાઈ સોલંકી, સંજય ઉર્ફે ચોકી અંબાલાલ ચુનારા, મહેશભાઈ બાબુભાઈ સોલંકી, જગદીશભાઈ અંબાલાલ જાદવ, મિતેષભાઈ હર્ષદભાઈ સોલંકી, અલ્પેશભાઈ કનુભાઈ નાયક, રમેશભાઈ રાવજીભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ જગદીશભાઈ સોલંકી અને કિરિટભાઈ ચંદુભાઈ જાદવનો સમાવેશ થાય છે.

(5:56 pm IST)