Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો : મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર પાણી ભરાયા

ઉંઝા,વડનગર, કડી, બેચરાજી સહીત જિલ્લામાં વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા .

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મેઘરાજાના લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ મહેસાણા પંથકમાં પધરામણી કરી છે. જિલ્લામાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. વરસાદને પગલે મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર પાણી ભરાયા હતા. મહેસાણા ઉપરાંત ઉંઝા,વડનગર, કડી, બેચરાજી તમામ જિલ્લામાં વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા હતા

(8:50 pm IST)