Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

વલસાડ, અમદાવાદ, વડોદરા, ડાંગ, તાપી સહિત વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી

અરવલ્લી અને બનાસકાંઠા તેમજ ભરૂચમાં પણ મધ્યમથી ભારે ઝાપટાની શકયતા

અમદાવદ : છેલ્લા બે દિવસથી વરસાદની આગાહી વચ્ચે આવતીકાલે પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ જિલ્લામાં વરસાદની તમામ શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

  અરવલ્લી અને બનાસકાંઠા તેમજ ભરૂચમાં પણ મધ્યમથી ભારે ઝાપટાની આગાહી કરવામાં આવી છે. ત્યારે  ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસ દરમિયાન વિરામ બાદ વરસાદ પડવાની શરૂઆ થઈ હતી. આવતીકાલે વલસાડ, અમદાવાદ, વડોદરા, ડાંગ, તાપી સહિત વિવિધ જિલ્લામાં  વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

(9:04 pm IST)