Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ગુજરાત પોલીસ આર્ચરી ટીમ ફાઈનલમાં મેચ ગ્રૂપ -18 કેવડીયા Vs ગ્રૂપ -1 વડોદરા માં કેવડિયા ની ટીમેં ગોલ્ડ મેડલ જીત્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડીયા કોલોની ખાતે 1 ઓગષ્ટથી 3 ઓગસ્ટ સુધી નોડલ ઓફિસર તરીકે એલ.પી.ઝાલાની  આગેવાની હેઠળ આર્મ એન્યુલ આર્ચરી સ્પર્ધા  વડોદરા રેન્જના ડી.આઈ.જી. આર.એમ.પાડેની ઉપસ્થિતિમાં સેનાપતિ એન્ડુ મેકવાનના નેતૃત્વમાં આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું
જેમા 30 / 50 મીટર રેન્જ શુટીંગમા જુથ-1અર્જુનભાઈ વસાવા 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ તથા જુથ-1 મંગુભાઈ વસાવા 1 ગોલ્ડ મેડલ 2 સિલ્વર મેડલ જુથ-18  રમણભાઈ ડુ.ભીલ 1 સિલ્વર મેડલ 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા  છે.
ગુજરાત પોલીસ આર્ચરી ટીમ ફાઈનલમાં મેચ ગ્રૂપ -18 કેવડીયા Vs ગ્રૂપ -1 વડોદરા અને ગ્રૂપ -9 વડોદરા Vs ગ્રૂપ -10 વાલીયા યોજાયેલ જેમા ગુજરાત પોલીસ આર્ચરી ટીમ કેપ્ટન સુરેશભાઈ રાઠવાના નેજા હેઠળ સ્પર્ધામાં ભાગ લેનાર ગ્રૂપ -18 કેવડીયા કોલોની ગોલ્ડ મેડલ અને ગ્રૂપ -1 વડોદરા સિલ્વર મેડલ ગ્રૂપ -10 વાલીયા બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.  આગામી સમયમાં 27 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર સુધી અમદાવાદ ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા નેશનલ આર્ચરી સ્પર્ધા યોજાનાર છે જેની તૈયારી સેન્ટર ઓફ એક્સિલન્સ તિરંદાજી સેન્ટર જુથ-18 નર્મદા બટાલીયન કેવડીયા કોલોની ખાતે રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસના જવાનો સતત પરીવારથી દુર રહી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત હોય છે જેથી માનસિક રીતે તાણ અનુભવતા હોય છે જે ધ્યાને રાખી  ડી.જી.પી. હથિયારી એકમો ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ ગુજરાત પોલીસના જવાનોમાં ઉત્સાહ, જોશ, અને જવાનો વચ્ચે સદભાવના જળવાઈ રહે તે હેતુથી એન્યુલ આર્મ યુનિટ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે.ગુજરાત પોલીસનાં જવાનો ને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા જવાનો મોકો મળે છે.

(11:08 pm IST)