Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રાજપીપળા ખારા ફળિયામાં વરસાદમાં ઘરની સાધન સામ્રગીને થયેલા નુકસાનની સહાયમાં અન્યાય બાબતે રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં પડેલા ભારે વરસાદમાં કેટલાય ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને ખેતીમાં પણ ભારે નુકશાન થયું હતું ત્યારે લાગતા વળગતા તંત્રએ સહાય ચૂકવી પરંતુ રાજપીપળા ખારા ફળિયામાં રહેતા મહેન્દ્રભાઇ રમેશભાઇ તડવી સહિતના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી તણાઈ ગઈ અને કેટલાક લોકોને મોટું નુકશાન થયું જેમાં નગરપાલિકા દ્વારા સરકારી સહાય પણ ચૂકવાઈ હતું જેમાં મહેન્દ્રભાઇ રમેશભાઇ તડવી સહિત નાં કેટલાક અસરગ્રસ્તો ને સહાય મળી ન હોવાથી અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે સાંસદ,કલેકટર, મામલતદાર,નગરપાલીકા માં લેખિત રજૂઆત કરવામાં આવી હોય જેમાં અરજદારના જણાવ્યા મુજબ રાજપીપલા નગર સેવા સદન તરફ થી સર્વેની યાદી મુજબ કેસ ડોલનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ૧. મહેન્દ્રભાઇ રમેશભાઇ તડવી ૨. અશોકભાઇ મગનભાઇ વસાવા ૩ . સુનિલભાઇ રમેશભાઇ વસાવા કેસડોલની સહાય મળેલ હતી,ત્યાર બાદ આ ત્રણ પરિવારના પિડીતો ચેકોની સહાય ન મળતા તેઓને રાજપીપલા નગર સેવા સદન તરફથી સંબંધિત વિભાગના જવાબદાર અધિકારી તરફથી સંતોષકારક યોગ્ય જવાબ આપવામાં આવતો નથી માટે આ બાબતે યોગ્ય તપાસ કરાવી પિડીત પરિવારોને સહાય મળે તથા ગટરની કામગીરી યોગ્ય રીતે ઝડપી કારાવી આ સમસ્યાઓનુ નિરાકરણ કરવા રજૂઆત કરાઈ છે.

આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલે જણાવ્યું કે અમુક લોકો સહાય માં બાકી છે કેમ કે આ સહાય મામલતદાર માથી તિજોરી વિભાગ માં જાય અને ત્યાંથી રૂપિયા આવતા હોય જેમાં અમુકના નામ પાછળ થી આવતા અમે ત્યાં લીસ્ટ મોકલ્યું છે જે લોકો બાકી છે તેમને પણ સહાય મળશે.

(11:16 pm IST)