Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ :મોહમ્મદ ઝાકીર ઉર્ફે મોનુ છીપાની ધરપકડ કરાઈ

ફરાર આરોપી શંકર મારવાડીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં પીસીબીએ નકલી ઈંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી છે. જેમાં ભંગારના ગોડાઉનમાં નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇ છે. જેમાં મોંઘીદાટ દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરી વેચતા હતા. તેમજ દારૂની બોટલો અને સ્ટિકર્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કેસમાં પોલીસે મોહમ્મદ ઝાકીર ઉર્ફે મોનુ છીપાની ધરપકડ કરી છે. જયારે ફરાર આરોપી શંકર મારવાડીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

(11:20 pm IST)