Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

મતદાર યાદીમાં નામ ગાયબ થયેલા ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલને ભાજપાએ ટિકિટ આપી !!

હાઈકોર્ટે રાજ્યના ચૂંટણી પંચને અરજદારનો નામ મતદાર યાદીમાં તાત્કાલિક ધોરણે સામેલ કરવાનો આદેશ કર્યો

અમદાવાદ : મતદાર યાદીમાંથી નામ ગાયબ થવાના કારણે વિવાદમાં આવેલા ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા રિપિટ કરવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા તેમને રિપિટ કરવા અંગેનો સંકેત આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેથી તેઓ તાત્કાલિક હાઇકોર્ટમાં ગયા અને કોર્ટ દ્વારા તેમનું નામ સમાવવા અંગે કહેવામાં આવ્શે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાના ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. ભાજપ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે તમામ 48 વોર્ડના મૂરતિયાઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ઘાટલોડિયા વોર્ડમાંથી મતદાર યાદીમાંથી નામ ગાયબ થવાના કારણે વિવાદમાં આવેલા ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલને રિપિટ કરવામાં આવ્યા છે

હકીકતમાં ઘાયલોડિયાના કોર્પોરેટર જતીન પટેલના પિતાનું અવસાન થતાં મતદાર યાદીમાંથી નામ કઢાવવા માટે ફોર્મ ભર્યું હતું. જોકે તેમના પિતાની સાથે સાથે તેમનું નામ પણ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું હતું. ત્યારબાદ જતીન પટેલે તાત્કાલિક ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે રાજ્યના ચૂંટણી પંચને અરજદારનો નામ મતદાર યાદીમાં તાત્કાલિક ધોરણે સામેલ કરવાનો આદેશ કર્યો છે.

(9:47 pm IST)