Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

તિલકવાડાનાં સાહેબપુરામાં લાગેલી આગમાં ૫૯.૨૪ લાખનું નુકશાન : ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોએ મુલાકાત લીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામમાં ગઇકાલે અચાનક આગમાં છ જેવા મકાનો ભસ્મીભૂત થઈ ગયા હતા એ બાબતે સંજય કાંતીભાઈ બારીયાએ ફરિયાદ કરતા પોલીસે આ બાબતની નોંધ લીધી છે
 તિલકવાડા પોલીસે આગ બાબતે લીધેલી ફરિયાદ મુજબ આ આગમાં સંજયભાઇ કાંતિભાઇ બારીયા,રમેશભાઇ કાંતિભાઇ બારીયા, સુરેશભાઇ કોદરભાઇ બારીયા, રમણભાઇ મગનભાઇ બારીયા, વિઠ્ઠલભાઇ ગંભીરભાઇ બારીયા તથા શંકરભાઇ નગીનભાઇ બારીયા તમામ (રહે.સાહેબપુરા મોટુ ફળીયુ તા.તિલકવાડા જી.નર્મદા )નાઓના ઘરોમાં આકસ્મીત રીતે આગ લાગવાથી ઘરમા રહેલ ઘરવખરી સર સામાન તથા રોકડા રૂપિયા તથા સોના,ચાંદીના દાગીના તથા ઘરમા રહેલ કપાસ આગમાં બળી જતા અંદાજીત રૂ.૫૯,૨૪,૦૦૦નું નુકશાન થયું છે.
જોકે આગની જાણ થતાં વિધાનસભા ની ચૂંટણી માં ઉભેલા ઉમેદવારોમાં હર્ષદભાઈ વસાવા ,દર્શનાબેન દેશમુખ અને હરેશભાઈ વસાવા એ સ્થળ ની મુલાકાત લઈ અસરગ્રસ્તોને આશ્વાસન આપ્યું હતું

(10:15 pm IST)