Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

અમદાવાદના સીટીએમના ડબલ ડેકર બ્રિજ પરથી અજાણી યુવતિની છલાંગ

ઇજાગ્રસ્‍ત થતા સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડાઇ

અમદાવાદઃ અમદાવાદમાં બ્રિજ પરથી એક યુવતીએ છલાંગ લગાવી છે. અમદાવાદના સીટીએમ પાસે આવેલા ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી અજાણી યુવતીએ કુદકો માર્યો છે. અજાણી યુવતીએ અગમ્ય કારણોસર બ્રિજ પરથી છલાંગ લગાવી છે. બપોરના સમયે ભરચક ટ્રાફિક વચ્ચે કુદકો માર્યો છે. બ્રિજ પરથી કુદકો માર્યા બાદ યુવતી ઈજાગ્રસ્ત થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અમદાવાદમાં આવેલા સીટીએમના ડબલ ડેકર બ્રિજ પરથી અજાણી યુવતીએ અચાનક કુદકો માર્યો હતો. યુવતીએ કુદકો માર્યો તે ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો પોલીસે તપાસ શરૂ કરી છે.

(5:10 pm IST)