Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગુજરાત વિધાનસભાની 8 બેઠકનો ચુંટણી મુદ્દે હાઇકોર્ટ દ્વારા કેન્‍દ્રીય ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીઓને નોટીસ

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની 8 બેઠક પર યોજાનારી પેટાચૂંટણી અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. કોરોનાના કહેર વચ્ચે કેવી રીતે ચૂંટણી યોજવી તે અંગે અરજી કરાઈ હતી. જે અંગે આજે સુનવણી હાથ ધરાઈ હતી. પેટા ચૂંટણીને લઈ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનવણી શરૂ થઈ છે. અરજદારે રજૂઆત કરી છે કે, હાલની પરિસ્થિતિમાં ચૂંટણી ન યોજાય. ચૂંટણીના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને નોટિસ મોકલવામાં આવી છે. હાઈકોર્ટે ચૂંટણી અધિકારીઓને પણ નોટિસ મોકલી છે.

આ મામલે વધુ સુનવાણી 19 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. આગામી સુનવણીમાં ચૂંટણી પંચ પોતાનો જવાબ રજૂ કરશે. અરજી અંગે મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ મોકલવામાં આવી છે.

(5:14 pm IST)