Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

નર્મદા LCB ટીમ ને મોટી સફળતા : ચોરીની ત્રણ મોટર સાયકલો સાથે આરોપીને ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ,(IPS),પોલીસ અધિક્ષક,નર્મદા દ્વારા જીલ્લામાં મિલ્કત સબબ ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના તેમજ માર્ગદર્શન મુજબ એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.બી ના તથા સી.એમ.ગામીત,પો.સ.ઇ.એલ.સી.બી.તેમજ તેમના પોલીસ સ્ટાફ મારફતે જીલ્લામાં થતી ચોરીઓની વોચમાં હતા દરમ્યાન વડીયા જકાતનાકા ખાતે વાહન ચેકીંગમાં દરમ્યાન એક મો.સા. સવાર વગર રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વાળી મોટર સાયકલ લઇને આવતા તેને રોકી તેની પુછ પરછ કરતા તેણે પોતાનું નામ હરીશ ભુરસિંગ ભીલાલા રહે.પુજારાકી ચોકી ભયડીયા ફળીયા, અલીરાજપુર મધ્ય પ્રદેશનાનો હોવાનું જણાવતા અને મો.સા.ના કાગળો ની પુછપરછ કરતા નહીં હોવાનું જણાવતા આ મો.સા.ના એજીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપ મોબાઇલમાં ચેક કરતા મોટર સાયકલના માલીકનું નામ અનવર ઝળું શેખ રહે.૩૨૭ રોયલ પાર્ક પાલોદ તા.માંગરોળ,જી.સુરત નાનું રજી.નં. GJ-19-AN-9067 હોવાનું જણાઇ આવેલ જેથી અનવર ઝૂલુ શેખ ની પુછપરછ કરતા તેઓ નુ મો.સા.ચોરી થયેલાનું જણાવેલ સદરહુ આરોપીની વિશેષ પુછપરછ કરતા તેની પાસે આ સીવાય અન્ય બે
મોટર સાયકલ હોવાનું જણાવતો હોઇ આ મો.સા.મધ્ય પ્રદેશ ખાતેથી મંગાવી લઇ બંન્ને મોટર સાયકલના એજીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપમાં ચેક કરતા GJ-16-BC-0327 મો.સા.ના માલીકનું નામ જીગ્નેશ ચીમનભાઇ પરમાર રહે.વચલુ ફળીયુ નવા છાપરા,અંકલેશ્વર જી. ભરુચ તથા બીજી GJ-કKs-6091 મો.સા.ના માલીકનું નામ સંજયભાઇ કેશુરભાઇ કાતરોડીયા રહે.આનંદધારા રો હાઉસ-૧ મોટાવરાછા સુરત શહેરનું જણાઇ આવતા જેતે જીલ્લા/શહેરમાં ચોરીના ગુના નોંધાયેલની તપાસ કરતા અનુક્રમે અંકલેશ્વર સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૭/૨૦૧૮ તથા અમરોલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં ફ.૮૩/ ૨૦૧૭ નોંધાયેલ હોય જેથી ત્રણેય મોટર સાયકલો ગુનાના કામે સી.આર.પી.સી.૧૦૨ મુજબ કબજે કરી હરીશને કોરોના મહામારી અનુસંધાને પોલીસની નીગરાનીમાં રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

(7:32 pm IST)