Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સુરતના ડિંડોલી વિસ્તારમાં ત્રણ ભાઈઓએ ફ્લેટમાં કામ કરનાર કોન્ટ્રાક્ટરને મજૂરીના પૈસા ન ચૂકવતા ગુનો દાખલ

સુરત: શહેરના ડીંડોલીમાં એપાર્ટમેન્ટ બાંધનાર ત્રણ ભાઈઓએ પ્લમ્બરિંગ, વોટરપ્રુફિંગ અને ડ્રેનેજ લાઈનનું કામ કરનાર કોન્ટ્રાક્ટરને મજૂરીના બાકી રૂ.24.43 લાખ નહીં ચૂકવી તેને થાય તે કરી લે, તને બાકીના પૈસા નહીં મળે બીજી વખત પૈસા માંગશે તો જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપતા ડીંડોલી પોલીસે અરજીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ પ.બંગાળના વતની અને સુરતમાં ગોપીપુરા કાજીનું મેદાન આશિયાના એપાર્ટમેન્ટ ફ્લેટ નં.102/103 માં રહેતા 46 વર્ષીય ઓયશર ઈમ્તિયાઝ ખાન નવા બંધાતા પ્રોજેક્ટમાં પ્લમ્બરિંગ, વોટરપ્રુફિંગ અને ડ્રેનેજ લાઈનનું કામ મજૂરીથી કરે છે. તેમના હાથ નીચે 10 થી 15 કારીગર કામ કરે છે. વર્ષ 2016 માં આદિત્ય ડેવલોપર્સના ભાગીદારો કરણ દિલીપભાઈ ઠક્કર, તેના બે ભાઈઓ કૃણાલ અને કૌશલ ( ત્રણેય રહે.9/887, જુના અંબાજી મંદિર પાસે, અંબાજી રોડ, સુરત ) એ ડીંડોલીમાં વૃંદાવન હાઈટસ નામે બહુમાળી પ્રોજેક્ટ શરૂ કરતા તેમાં પ્લમ્બરિંગ, વોટરપ્રુફિંગ અને ડ્રેનેજ લાઈનનું કામ ઓયશર ખાનને સોંપ્યું હતું. વર્ષ 2019 માં કામ પૂરું થતા ઓયશર ખાને મજૂરીનું બિલ રૂ.46.73 લાખ આપ્યું હતું.

(4:55 pm IST)