Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

આણંદમાં વિદ્યાનગર રોડ નજીક ફ્લેટના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો 4,86,000ની મતા ચોરી છૂમંતર.....

આણંદ:શહેરમાં આવેલા મોતી કાકાની ચાલીની સામે વિદ્યાનગર રોડ પર એક ફ્લેટના  મુખ્ય દરવાજાનું જાળીનું તાળું તસ્કરો તોડી તથા મેઈન દરવાજાનુતાળુ  તોડી ફ્લેટમાં પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલા લાકડાનું કબાટ ચાવીથી ખોલી લોકરમાં મુકેલ ગુરૂના નંગ-, સોના તથા ડાયમંડના દાગીના તેમજ રોકડ રૂપિયા ,૭૫,૦૦૦ લાખ મળી કુલ રૂપિયા ,૮૬,૦૦૦ લાખની મત્તા ચોરી કરી લઈ ગયાનો બનાવ બન્યો છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરીના ઉપરાછાપરી બનાવો નોંધાતા રહીશોમાં ફફડાટની લાગણી જન્મી છે.

તા. --૨૦૨૧ના રોજ સવારના નવેક વાગ્યાના સમયે દિપીકાબેન અને તેમની પુત્રી આસ્કા બંને ફ્લેટ બંધ કરી લોક મારી દુકાન ઉપર ગયા હતા. તકનો લાભ લઈ અજાણ્યા ઈસમોએ તેમના મેઈન દરવાજાની જાળીનું તાળું તોડી બાદમાં મેઈન દરવાજાનું સેન્ટર લોક તોડી ફ્લેટમાં પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલ લાકડાના કબાટ ચાવી વડે ખોલી લોકરમાં મુકેલ ગુરુના નંગ (સ્ટોન) કિં.રૂ. ૧૦,૫૦૦૦, એક હીરાની વીંટી કિંમત રૂપિયા ૪૦,૦૦૦, પાંચ ડાયમંડના સેટ કિં.રૂ. ,૧૦,૦૦૦, એક સોનાની ચેઈન કિંમત રૂ. ૫૦૦૦, સોનાની બંગડી નંગ કિંમત રૂ. ૫૦,૦૦૦ તથા રોકડ રકમ રૂ. ,૭૫,૦૦૦ મળી કુલ્લે રૂપિયા ,૮૬,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. સાંજ સમયે દિપીકાબેન શાહે પોતાની દુકાન બંધ કરી ફ્લેટ પર આવ્યા હતા ત્યાં ફ્લેટના મુખ્ય દરવાજાની જાળીનું તાળુ તુટેલું જોતા તેમજ અંદર મુકેલ સરસામાન વેરવિખેર પડેલ હોવાથી ચોરી થયાનું માલૂમ પડયું હતું. અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચોરીનો ગુનો સહિત આગળની તપાસ હાથ ધરી છે.

(5:50 pm IST)