Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી સમાજ ફરી મેદાને પડ્યો

માલધારી મહાપંચાયતમાં લેવાયા ૭ મોટા નિર્ણય : ૧૫ દિવસ વિત્યા છતાં નિર્ણય ન લેવાતા બેઠક યોજાઈ

ગાંધીનગર, તા.૮ : માલધારી સમાજે ગાંધીનગરના ઝાંક ગમે બેઠકનું યોજી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડ સહિતના આગેવાનો તથા માલઘારી મહાપંચાયત સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. જેમાં કાયદો પરત નહીં ખેંચાવા પર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી છે. અગાઉ મુખ્યમંત્રીએ કાયદો પરત ખેંચવાની ખાતરી આપી હતી. સરકાર દ્વારા ૧૫ દિવસમાં નિર્ણય લેવાની બાંહેધરી આપી હતી. આમ છતાં કાચદો પરત નહીં ખેંચાતા માલઘારી સમાજે બેઠક બોલાવી છે.સરકારના ઢોર નિયંત્રણ કાયદાથી માલધારી સમાજને નુકસાન થતું હોવાનો આરોપ લગાવાઇ રહ્યો છે. તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરથી લોકો હેરાનપરેશાન થયા છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થઇ ચૂક્યા છે તો કેટલાકે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે હવે માલધારી સમાજે સરકારના આ ઢોર નિયંત્રણ વિધેયકના વિરોધમાં બેઠક બોલાવીને કાર્યક્રમ નક્કી કર્યા છે.

સુપ્રીમ કોર્ટની વાલીઓને સલાહઃ ખૂબ જ નાની ઉંમરે બાળકોને શાળાએ ન મોકલો, સ્વાસ્થ્ય પર પડે છે ગંભીર અસર

ખેડૂતનો આઈડિયા કામ કરી ગયો, પક્ષીઓથી પાકને બચાવવા કર્યો એવો દેશી જુગાડ કે VIDEO થયો વાયરલઆને કહેવાય સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ, આજથી જ શરુ કરો આ ૬ ચટણીનું સેવન, બીમારીઓ થશે ગાયબઢોર નિયંત્રણ વિધેયકના વિરોધ અંગેની પત્રિકા તૈયાર કરાશે

૧૧ થી ૧૮ તારીખ સુધીમાં પત્રિકા ગુજરાતમાં ઘરે-ઘરે પહોંચાડવી૨૦ થી ૩૦ તારીખ દરમિયાન તમામ ધારાસભ્યનું સમર્થન મેળવવું વીડિયો રેકોર્ડિંગ અથવા લેખિતમાં ધારાસભ્યનું સમર્થન મેળવવું ધાર્મિક સંસ્થા અને મંદિરોનું પણ સમર્થન મેળવવું

જરૂર પડશે તો સમગ્ર ગુજરાતમાં દૂધ બંધ કરવામાં આવશેછેલ્લે સમગ્ર ગુજરાતની ગાયો ગાંધીનગરમાં લવાશેઅમે સરકારનું માન જાળવ્યું સરકાર અમારા સમાજનું માન સાચવેઃ ધારાસભ્ય રઘુ દેસાઈ

ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું કે, વિવિધ પ્રકારે અમારું આંદોલન શરૂ રહેશે. સરકારે આંદોલન ન કરવા વિનંતી કરી હતી. અમે સરકારનું માન જાળવ્યું છે. સરકાર અમારા સમાજનું માન સાચવે. અમે કૃષ્ણના વંશજ છીએ. સરકાર અમને રાજનીતિ ન શીખવાડે. રાજનીતિ અમારા લોહીમાં છે. સરકાર રાજનીતિ કરશે તો પરિણામ ભોગવવું પડશે.

(9:41 pm IST)