Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

વેલછંડી ગામના રહેણાંક મકાન માથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં વેલછંડી ગામમાંથી એક રહેણાંક મકાન માથી ઇંગ્લિશ દારૂ રાજપીપળા પોલીસે ઝડપી પાડ્યો હતો
મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન વેલછંડી ગામે રેડ કરતા ત્યાં ગણેશભાઈ શનાભાઈ વલવીએ પોતાના ઘરના અંદરના છેલ્લા રૂમમાં રસોડાના ભાગે ઇંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ -૧૨ કિ.રૂ. ૧૨૦૦ નો મુદ્દામાલ સંતાડી રાખેલ હોય જે પોલીસે પકડી લીધો હતો જ્યારે ગણેશ વલવી ઘરે હાજર ન મળતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા

   
 
   
(11:14 pm IST)