Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કપરાડા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી અને ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ સતત આગળ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી, તા.૧૦: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ઉપર યોજાયેલી પેટા ચૂંટણી નું પરિણામ આવવા જઈ રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા અને ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવારો સતત આગળ છે.

 કપરાડા બેઠક પર ૧૩ રાઉન્ડને અંતે સ્થિતી જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમ્મેદવાર જીતુભાઇ ચૌધરીને ૫૩૮૯૧ તો કોંગ્રેસના ઉમ્મેદવાર બાબુભાઇ પટેલને ૨૯૫૩૯ તથા અપક્ષ ઉમેદવાર જયેન્દ્ર ભાઈ ગાંવિતને ૮૪૩ તથા અપક્ષ ઉમેદવાર જ પ્રકાશભાઈ પટેલને ૩૩૦૬ મતો મળેલ છે. હાલની સ્થિતી અનુસાર ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી ૨૪૩૫૨ મતોથી આગળ છે.જયારે ડાંગ માં ૧૬ રાઉન્ડને અંતે ભાજપના ઉમ્મેદવાર વિજય ભાઈ પટેલ ૨૭૨૩૪ મતો થી આગળ છે.

(3:33 pm IST)