Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રાજપીપળામાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન હેઠળ નર્મદા જિલ્લા કાર્યાલયનો પ્રારંભ

નર્મદા જિલ્લામાં પણ અનેરો થનગનાટ: .જિલ્લા કાર્યાલય ખાતે અનેક કાર્યકર્તા રામ ભક્તો ઉપસ્થિત રહ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિન્દુ સમાજના આસ્થાના પ્રતીક અયોધ્યાનુ રામ જન્મ સ્થાનનું ભવ્ય મંદિર અયોધ્યા રાષ્ટ્રનો આસ્થાનું પ્રતિક રૂપે ભવ્ય મંદિર બનવાનું છે ત્યારે દેશભરમાં મકરસંક્રાંતિ થી માઘ પૂર્ણિમા સુધી એટલે કે 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી રામજન્મ ભૂમિ નિધિ સમર્પણ અભિયાન દ્વારા ઘર-ઘર સુધી પહોંચવાનું આયોજન થયું હોય જે માટે નર્મદા જિલ્લામાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
 રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન હેઠળ રાજપીપળામાં નર્મદા જિલ્લા કાર્યાલયનો શુભ સંતો ના હસ્તે પ્રારંભ કરાયો જેમાં વિશાળ રામભક્ત કાર્યકર્તાઓની વીસેસ હાજરી હતી સાથે રામ જન્મભૂમિનો પૂર્વ ઇતિહાસ દક્ષિણ ગુજરાત શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનના પ્રમુખ અર્જિત સિંહ રાઠોડ, અનિરુદ્ધ સિંહએ આ વિષય પર વક્તવ્ય આપીને પ્રભાવિત કર્યા હતા.જિલ્લા કાર્યાલય ખાતે અનેક કાર્યકર્તા રામ ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

(10:55 pm IST)