Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

બિન સચિવાલય જુનિયર ક્લાર્કની 3901 જગ્યા માટે 12000 ઉમેદવારોનું લિસ્ટ જાહેર

ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ www.gsssb.gujarat.gov.in પર લિસ્ટ જાહેર કરાયું : કરો ક્લિક

અમદાવાદ :  GSSSB બિન સચિવાલય ક્લાર્કની લેખિત પરીક્ષાનું પરીક્ષાનું ક્લાર્ક ભરતીના ઉમેદવારોની યાદી જાહેર થઇ છે. બિન સચિવાલય સેવા કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ, વર્ગ-3 સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ભાગ-1 તા. 24-04-2022ના રોજ યોજવામાં આવી હતી. ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

આ સ્પર્ધાત્મક લેખિત કસોટીના અંતે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આશરે ત્રણ ગણા ઉમેદવારો(40 ટકા લઘુમત લાયકી ગુણની મર્યાદામાં)ને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક(ક્વોલિફાય) ગણવામાં આવેલ છે. જુલાઈ માસમાં કોમ્પ્યૂટરની પરીક્ષા લેવાશે ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ gsssb.gujarat.gov.in 

ર જાહેર કરાયું છે. આ વેબસાઇટ પર ક્લિક કરો

(12:32 am IST)