Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

બાયડ તાલુકામાં નજીવી બાબતે થયેલ હુમલામાં ત્રણ શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

બાયડ:નગરમાં આવેલા ભુખેલ રોડ વિસ્તારમાં પાઈપ વડે હુમલો કરતા ત્રણ સામે બાયડ પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી હતી.

આનંદકુમાર ગંગારામ સોલંકી  ફરીયાદ અનુસાર તા.૮-૬-૨૦૨૧ ના સુમારે ૮-૩૦ વાગ્યા રોજ ફળીયામાંં આવેલી દુકાન ઉપર સામાન લેવા ગયા હતા ત્યારે ફળીયામાં રહેતા દિપીકાબેન સલાટ આવી કોઈપણ કારણ વગર જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતા જેથી ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઈ જઈ મારી ફેંટ પકડી ગાલ ઉપર થપ્પડ મારી હતાી. દિપીકા બેનનો દિકરો પ્રેમ હાથમાં લોખંડની પાઈપ લઈ જમણા હાથના કાંડાના ભાગે મારતા શરીરે ઈજાઓ કરી હતી. તથા રોહિત દોડી આવી રોડની સાઈડમાં ઉભી રાખેલા સોડાની લારીમાંથી સોડાની બોટલ માથા ના ભાગે મારતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ત્રણેય મા-દિકરાઓ જતા - જતા કહેતા કે આજે તો તારી પત્ની બચાવવા આવી છે. એટલે તું બચી ગયો છુ પરંતુ ફરીથી એકલ - દોકલ મળીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપતા હતા.

(3:49 pm IST)