Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

નરોડાના યુવકને વિદેશી યુવતી સાથે ફેસબુક પર મિત્રતા કરવી ભારે પડી છે.

વિદેશી યુવતીએ વિદેશથી વસ્તુઓ મોકલી હોવાનું કહીને ઠગ ટોળકીએ 1 લાખ પડાવી લીધા

અમદાવાદ: નરોડમાં રહેતા 28 વર્ષીય યુવકને વિદેશી યુવતી સાથે ફેસબુક પર મિત્રતા કરવી ભારે પડી છે. યુવકે ફેસબુક પર યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ ગિફ્ટ મોકલી છે કસ્ટમ ડ્યુટી અને અન્ય ચાર્જના નામે 1.07 લાખ પડાવી લીધા હતા. આ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નરોડા ગામ ભરવાડ વાસમાં દશરથ શૈલેષભાઇ ભરવાડ પરિવાર સાથે રહે છે અને પશુપાલન નો વ્યવસાય કરે છે. ગત જુલાઈ મહિનામાં એક વિદેશી મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. દરમિયાનમાં મહિલા સાથે દશરથે મિત્રતા કેળવી હતી બાદમાં મહિલાએ પોતાનો મોબાઈલ નંબર આપતા તેને મહિલા સાથે વોટ્સએપ પર વાત કરવાની શરૂ કરી હતી.

યુવતીએ ફોન પર મિત્રતા કરી મોબાઈલ, શૂઝ, પરફ્યુમ, ઘડિયાળ અને લેપટોપ સહિતની વસ્તુઓ કુરિયર કરી છે અને તેની પહોંચ મોકલી હતી. જેથી દશરથને વિશ્વાસ આવી ગયો હતો.બીજા દિવસે દિલ્હી એરપોર્ટ પરથી કોલ આવ્યો હતો કે તમારૂ કુરિયર આવી ગયું છે તેનો ચાર્જ 28,500 ભરવા પડશે. જેથી દશરથે આ પૈસા ઓન લાઈન ભર્યા હતા. અમદાવાદ આ કુરિયર મોકલવા માટે 79 હજાર ભરવા પડશે તેથી આ પૈસા પણ ઓન લાઈન ભર્યા હતા.

દરમિયાનમાં ફરી એક કોલ આવ્યો જેમાં બીજા પૈસાની માગણી કરતા તેને તેના મિત્રને વાત કરી હતી. દશરથને મિત્રતાની જાળમાં ફસાવી 1.07 લાખ પડાવી લીધા હતા. આ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:53 pm IST)