Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વડોદરા:માથે દેવું વધી જતા આધેડે ફાંસોખાઇ મોતને વ્હાલું કર્યું

વડોદરા: માથે દેવું વધી જતા રેસ્ટોરન્ટ ચલાવતા આધેડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જ્યારે અન્ય એક બનાવમાં માતાએ બાઇક લેવાની ના પાડતા આવેશમાં આવીને ઝેરી દવા પી લીધી હતી.પાંચ  દિવસની સારવાર બાદ યુવાનનું મોત થયું છે.ગોત્રી પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,અકોટા રામપુરા વુડા હાઉસિંગમાં રહેતો ૨૩ વર્ષનો હાર્દિક રમણભાઇ રાજપૂત મકરપુરા જી.આઇ.ડી.સી.ની ખાનગી કંપનીમાં નોકરી કરે છે.તેણે નવી બાઇક લેવા માટે મમ્મી પાસે રૃપિયાની માંગણી કરી હતી.પરંતુ,મમ્મીએ થોડાદિવસો  પછી બાઇક લઇ આપવાનું કહેતા આવેશમાં આવીને ગત તા.૬ ઠ્ઠીએ તેણે ઝેરી દવા પી લીધી  હતી.હાર્દિકને તેની મમ્મી જ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ  હતી.પાંચ દિવસની સારવાર બાદ તેનું મોત થયું છે.

 

(4:34 pm IST)