Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વડોદરા:ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પ્રવાસીને વિશ્વાસમાં લઇ ભેજાબાજ સહપ્રવાસીએ કેફી પીણું પીવડાવી સામાનની ચોરી કરી ફરાર

વડોદરા:ટ્રેનમાં મુસાફરી દરમિયાન સાથી પ્રવાસીઓને વિશ્વાસમાં લઇ કેફી પીણું પીવડાવી સામાન ચોરી જનાર  આરોપીના કરતૂતોની વધુ એક ફરિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

ત્રણ દિવસ પૂર્વે રેલવેપોલીસે ટ્રેનમાં મુસાફરી દરમિયાન સહપ્રવાસીઓને મારી ઘરે પુત્રીનો જન્મ થયો છે તેમ કહી કેફી પીણું પીવડાવી બેભાન કરી સામાન ચોરી કરનાર આરોપીને પકડયો હતો. આરોપીએ ગત ૩૦મી જાન્યુઆરીએ ચેન્નાઇ જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં ચેન્નાઇથી રાજસ્થાનના પાલી જતા દેવસિંહ રાજપૂત તથા અન્ય પ્રવાસીઓને વડોદરા રેલવે સ્ટેશન પર કેફી પદાર્થ મિશ્રિત ઠંડુ પીણું પીવડાવીને બેભાન કરી .૪૮ લાખ રૃપિયાના સામાનની ચોરી કરી હતી જે અંગે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

(5:40 pm IST)