Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રથયાત્રા અંતર્ગત મોડી રાતે પોલીસ કાફલો ડ્રોન સર્વેલન્‍સ સાથે મેદાને, ભારે ફફડાટ

૧૦૮ લોટામાં પવિત્ર જલ સાથે જળયાત્રા, ભગવાન મામાને ઘેર જવા નીકળ્‍યા, મંદિર અને પોલીસ તંત્ર દ્વારા જબરજસ્‍ત તૈયારીઓ : જોઈન્‍ટ સીપી અજય ચૌધરી, મયંકસિંહ ચાવડા, ગૌતમ પરમાર અને હિન્‍દુ- મુસ્‍લિમ એકતા માટેના અભિયાનની જવાબદારી સંભાળનાર એડી. સીપી રાજેન્‍દ્ર અસારી, નાયબ પોલીસ કમિશ્નર ડો.હર્ષદ પટેલ અને સુશીલ અગ્રવાલ સહિત કાફલો જોડાયો

રાજકોટ, તા.૧૪: ધાર્મિક અને સલામતિની દ્રષ્ટીએ ખૂબ અગત્‍યની એવી અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા અંતર્ગત કોરોના કાળ બાદ બે વર્ષ બાદ નીકળનારી રથયાત્રા સંદર્ભે એક તરફ મંદિર -શાસન અને ભકતો દ્વારા  આજે અષાઢી પૂનમ અંતર્ગત ભવ્‍ય જળ યાત્રાનો પાવન અવસર ભારે ભક્‍તિભાવપૂર્વક યોજવામાં આવેલ,બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ હાલમાં જે રીતે ધાર્મિક માહોલ કલુષિત બન્‍યો છે તે ધ્‍યાને રાખી ઉંચ્‍ચ અધિકારીઓની આગેવાનીમાં પરિસ્‍થિતિનું જાત નિરીક્ષણ કરવા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવેલ.               

અમદાવાદનાં અનુભવી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવની રાહબરી હેઠળ યોજાયેલ આ નાઇટ પેટ્રોલીંગમાં જોઇન્‍ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી, મયંક સિહ ચાવડા, ગૌતમ પરમાર, એડી.પોલીસ કમિશનર રાજેન્‍દ્ર અસારી, નાયબ પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ અને ડીસીપી કન્‍ટ્રોલ ડો.હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ અને પીઆઇ જોડાયા હતા.                                 

અત્રે યાદ રહે કે સ્‍ટેટ આઇબી દ્વારા નૂપુર શર્માના વિધાનબાદ ઊતર પ્રદેશ માફક ગુજરાતના ચોક્કસ શહેરોમાં આના પડઘા પડશે તેવી ભિતી સ્‍ટેટ આઇબી દ્વારા પોતાના ઉતર પ્રદેશના અધિકારીઓના સોર્શ મારફત મેળવેલી માહિતી આધારે આપી હતી તે આધારે ચોકકસ ટપોરીઓ અને આવી પ્રવળત્તિઓમાં ભાગ લેતા પહેલા સો વખત વિચાર કરે તે માટે સીપી દ્વારા આ આયોજન કરવામાં આવેલ. રથ યાત્રા મા ડ્રોન  દ્વારા પણ સર્વેલન્‍સ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

(5:05 pm IST)