Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

મિશન 2022:અશોક ગેહલોત ત્રણ દિવસના પ્રવાસે આવશે ગુજરાત :મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરશે ચર્ચા

16મીએ સુરત રાજકોટ, 17મીએ બરોડા, અમદાવાદ ખાતે બેઠક યોજશે:18મીએ અમદાવાદ ખાતે આવેલ પ્રદેશ કાર્યલય પર પ્રેસ કોન્ફ્રન્સ કરશે

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર શરૂ થયો છે. થોડા દિવસ પહેલા ટી એસ સિંહદેવ અને મિલિન્દ દેવરા અમદાવાદ આવ્યા હતા અને ચૂંટણી લક્ષી બેઠક યોજાઇ હતી. ત્યારે હવે કોંગ્રેસના ગુજરાતના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી એવા અશોક ગહેલો ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવવના છે. આ બેઠક દરમિયાન અશોક ગેહલોત કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરશે. તેઓ આગામી ચૂંટણી માટે નેતાઓને માર્ગદર્શન આપશે. સાથે જ નેતાઓ પાસેથી અભિપ્રાય મેળવશે.

  અશોક ગેહલોત 16મીએ સુરત રાજકોટ, 17મીએ બરોડા, અમદાવાદ ખાતે બેઠક યોજશે. બેઠકો પૂર્ણ થયા બાદ 18મીએ અમદાવાદ ખાતે આવેલ પ્રદેશ કાર્યલય પર પ્રેસ કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મોટી જવાબદારી સોંપવામાં આવી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અશોક ગેહલોતની મોટી જવાબદારી સોંપી છે. કોંગ્રેસે અશોક ગેહલોતના ગુજરાતના સિનિયર ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. કોંગ્રેસને રાજ્યમાં ફરીથી કેવી રીતે બેઠી કરવી, ક્યા ઉમેદવારોને ટિકિટ આપવા જેવા વિવિધ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

(10:51 pm IST)