Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સુરતમાં ABVP અને AAP આમને સામને : સેનેટના પરિણામ સમયે બંને પક્ષો બાખડી પડ્યા

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બંને પક્ષો વચ્ચે જોરદાર મારામારી થઈ : AAPના એક કાર્યકરને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો

સુરત તા.16 :  સુરતમાં સેનેટ ચૂંટણીના પરિણામ પહેલા જ વાતાવરણ ગરમાયું છે. બે વિદ્યાર્થી સંગઠન વચ્ચે મારામારી બાદ ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. આ મારામારીની ઘટનામાં AAP ના કાર્યકર્તાને માર મરાયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનામાં ABVP સંગઠન દ્વારા ABVP ની મહિલા કાર્યકરને અશ્લીલ ઈશારા કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેમજ AAPના એક કાર્યકરને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો છે.

આ બબાલને પગલે થોડા સમય માટે મતગણતરી અટકાવવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની 15 બેઠકો પર 43 ઉમેદવારો મેદાનમાં હતા.

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સુરતના મીની બજાર સ્થિત શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાને લઈને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બિલ્ડિંગની નીચે પાર્ક કરેલી બાલ્કનીના એક ભાગને નુકસાન થયું હતું, જ્યાં લગભગ 30 વાહનો કચડાઈ ગયા હતા.

ઘટના અંગે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અહીં ફાયર વિભાગે કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી. જોકે, સદનસીબે બિલ્ડિંગની નીચે કોઈ ન હોવાથી કોઈને ઈજા થઈ ન હતી. ઘટના સમયે જ્વેલર્સ બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ફાયર વિભાગે અહીં આવી તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને કારણે અહીં 30 વાહનો કાટમાળ નીચે કચડાઈ ગયા હતા. અહીં કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. અને આ અંગે પાલિકાના સત્તાધીશોને જાણ કરવામાં આવી હતી.

(7:41 pm IST)