-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
વડોદરામાં લગ્નના પંદર દિવસમાજ પરિણીતાના ચારિત્ર પર શંકા કરી 5 લાખની માંગણી કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ મુકેશભાઈ નટુભાઈ વાઘેલા( રહે- શિવ દર્શન સોસાયટી, લક્ષ્મીપુરા રોડ ,ગોરવા ,વડોદરા) સાથે થયા થયા હતા.
પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે લગ્ન બાદ મારા પતિ સારી રીતે રહેતા હતા પરંતુ સાસુ-સસરાની ચડામણીથી ઘર કંકાસ ઉભો થયો હતો અને જણાવતા હતા કે " તારા પિયરમાંથી દહેજ માં તું કઈ લાવી નથી. અમારા છોકરા માટે ઘણા સારા માંગા આવતા હતા અને દહેજમાં 15 લાખ રૂપિયા આપવા તૈયાર હતા તેમ છતાં તારી સાથે લગ્ન કરાવ્યા છે તું તારા બા પાસેથી મારા છોકરા માટે 5 લાખ લઇ આવ". તેમ કહી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી સાસરિયાઓ મારઝુડ કરતા હતા તેમજ જેઠ બદદાનત રાખતો હતો. મારા પતિએ મને ઘરમાંથી કાઢી મુકી જણાવ્યું હતું કે તારા બાપના ઘરેથી રૂપિયા 5 લાખ લઈ આવ તો જ તને ઘરમાં પ્રવેશવા દઈશ.