Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને રાજ્યકક્ષાના પ્રધાન બનાવતા સમર્થકોમાં ખૂશી

પેટાચુટણીના પરિણામો જાહેર થતા તેમનો ભવ્ય વિજય થયો હતો

પંચમહાલ જિલ્લા ના મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને રાજ્યકક્ષાના મંત્રી બનાવામા આવ્યા છે.નિમીષાબેન સુથાર મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે. મોરવા હડફ આદિવાસી સમાજની વસ્તી ધરાવતો વિધાનસભા મતવિસ્તાર છે.નિમીષાબેન સૂથાર 2013 થી 2017 સુધી મોરવા હડફ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

સવિતાબેન ખાંટ ના અવસાન બાદ યોજાયેલી મોરવા હડફની ખાલી પડેલી બેઠક માટે યોજાઇ હતી.પછી ૨૦૧૭માં તેમને ટીકીટ ન આપવામા આવી હતી.ભાજપનો પરાજય થયો હતો.ભૂપેન્દ્ર ખાંટ ધારાસભ્ય બન્યા હતા,પણ તેમનૂ અવસાન થતા ફરી પેટાચૂંટણીમાં યોજાઇ હતી ભાજપે ફરી નિમીષાબેન સૂથાર પર પસદંગીનો કળશ ઢોળ્યો હતો.પેટાચુટણીના પરિણામો જાહેર થતા તેમનો ભવ્ય વિજય થયો હતો.

આદિવાસી વિધાનસભા મતવિસ્તારના મહિલા ધારાસભ્યને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળતા સ્થાનિક લોકો,સર્મથકો તેમજ ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ વ્યાપ્યો છે.સોશિયલ મીડીયા પર અભિનંદન પાઠવામા આવી રહ્યા છે. ગાંધીનગર ખાતે તેમના સમર્થકો નિમિષાબેન સુથારને પુષ્પગુચ્છ આપીને તેમને અભિનંદન આપ્યા હતા

(9:14 pm IST)