Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

દિવ : પ્રશાસનના આદેશના ઉલ્લંઘનથી માછીમારને મળ્યું મોત, જાણો શું છે સમગ્ર મામલો

દિવ : પ્રશાસનના આદેશના ઉલ્લંઘનથી માછીમારને મળ્યું મોત, જાણો શું છે સમગ્ર મામલો

Diu : દિવમાં પ્રશાસનના આદેશનું ઉલ્લંઘન કરવાથી એક માછીમારને મોત મળ્યું છે. દીવમાં માછીમારી કરવા ગયેલ વણાંકબારાના 65 વર્ષીય વૃદ્ધનું ડૂબી જવાથી મોત થયું છે. દિવના દરિયામાં માછીમારી કરવા કે નાહવા પર કલેકટરના આદેશથી પ્રતિબંધ હોવા છતાં વણાંકબારાના 65 વર્ષીય વૃદ્ધ ઉકરડા વરજાંગ ચુડાસમા માછીમારી કરવા ગયા હતા, આ દરમિયાન દરિયામાં ડુબી જવાથી આ માછીમારનું મોત થયું છે.

આ અંગે દિવ કોસ્ટલ પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. દિવ કોસ્ટલ પોલીસે મૃતદેહનો કબજો લઈને પીએમની કાર્યવાહી શરૂ કરી હતી.

દિવના તમામ દરિયાઈ બિચોના પાણીમાં નાહવા માટે દિવ પ્રશાસને દેશી-વિદેશી તેમજ સ્થાનિક લોકો તેમજ માછીમારો માટે તારીખ 1-6-2022 થી તારીખ 31-8-2022 સુધી પ્રતિબંધ મુકી કલમ 144 લગાડવામાં આવી છે. તેમ છતાં માછીમારો આદેશનું ઉલ્લંઘન કરતાં આવી દર્દનાક ઘટના ઘટે છે અને જેનાથી પોલીસ પ્રશાસનની પેટ્રોલિંગની જવાબદારીમાં વધારો થયો છે.

હાલ ચોમાસાની શરૂઆત થતી હોય દરિયામાં વારંવાર લો-પ્રેશરથી દરિયાના પાણીમાં કરંટથી તોફાની મોજાઓને લીધે માનવ જીંદગી જોખમાઈ નહીં તે ઉદેશ્યથી દિવ પ્રશાસન દ્વારા આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જીલ્લા કલેકટરના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કલમ 188 અને 291 આઇપીસી હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું આદેશમાં જણાવવામાં આવ્યું છે.

(12:01 am IST)