Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

અ.નિ.પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં SGVP ગુરુકુલ પરિસરમાં

અમદાવાદ તા. ૧૮ ચાતુર્માસ અને તેમાં પણ અંતિમ એટલે કાર્તિક માસને ભજન અનુષ્ઠાન માટે ઉત્તમ ગણવામાં આવે છે. યજ્ઞ અનુષ્ઠાનપ્રિય પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી દર કાર્તિક માસ માં એસજીવીપી છારોડીના વિશાળ કેમ્પસમાં આંબળાના વનમાં તુલસીદળથી જનમંગલ સ્તોત્રના પાઠ સાથે ઠાકોરજી પૂજન કરી પુરશ્ચરણ કરતાં અને અંતે વિષ્ણુયાગમાં અગ્નિનારાયણને હજારો આહુતિઓ અર્પણ કરીને  શ્રીજી મહારાજ દ્વારા પ્રસ્થાપિત અને શાસ્ત્રીજી મહારાજ દ્વ્રારા સંવર્ધિત અહિંસામય યજ્ઞોની પરંપરાને જીવંત રાખી છે.

પૂજ્ય પુરાણી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમા અને શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે દર્શનમ સંસ્કૃત પાઠશાળાના ૧૫૦ ઋષિકુમારો અને સંતો દ્વારા તા.૧૫ નવેમ્બર થી ૨૦ નવેમ્બર દરમ્યાન સાંજે ૪ થી ૫:૩૦ દરમ્યાન એસજીવીપી ખાતે દરરોજ આંબળાના ઝાડ નીચે જનમંગલ સ્તોત્રના પાઠનું આયોજન કરવામાં આવેલ છે.

જનમંગલ સ્તોત્રના બે પુરશ્ચરણ અનુષ્ઠાન બાદ તા ૨૦ નવેમ્બરના રોજ પંચકુંડી મહાવિષ્ણુયાગ યોજાશે.

                                                               

 

(12:54 pm IST)