Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ડેટોલનો બહુ- ઉપયોગી એન્‍ટિસેપ્‍ટિક ક્રીમ સાથે નવી કેટેગરીમાં પ્રવેશ

(કેતન ખત્રી), અમદાવાદઃ સૌથી વિશ્વસનિય જર્મ પ્રોટેકશન બ્રાન્‍ડ ડેટોલ વિવિધ પ્રકારના સામાન્‍ય ઘા, કાપા અને ખંજવાળના ચેપથી અટકાવતી તેની બહુ-ઉપયોગી એન્‍ટિસેપ્‍ટિક ક્રીમના લોન્‍ચ સાથે નવી કેટેગરીમાં પ્રવેશ કર્યો છે. ડેટોલ એન્‍ટિસેપ્‍ટિક ક્રીમ ડેટોલના પોર્ટફોલિયોમાં એકમાત્ર એવી પ્રોડકટ છે કે જે ભારતમાં ડ્રગસ્‍ટોર્સ અને ફાર્મસીમાં ખાસ ઉપલબ્‍ધ રહેશે. ભારતીય ગ્રાહકોની પ્રાથમિક ઉપચારની જરૂરીયાતોને પૂરી કરવા માટે વિશેષરૂપે આ ‘મેડ ઈન ઈન્‍ડિયા' પ્રોડક્‍ટની રચના કરવામાં આવી છે અને તૈયાર કરવામાં આવી છે.

નીલસ્‍નનું કન્‍ઝ્‍યુમર રીસર્ચ દર્શાવે છે કે માત્ર ૫૬ ટકા ગ્રાહકો કોઈપણ બ્રાન્‍ડેડ પ્રાથમિક ઉપચાર પ્રોડકટ્‍સનો ઉપયોગ કરે છે જ્‍યારે ૪૪ ટકા પાયાગત ઘરેલું ઉપચારોનો ઉપયોગ કરે છે અથવા કંઈપણ લગાડવાનું ટાળે છે તથા કેટલાક ડોકટરની સલાહ લે છે. આ એન્‍ટિસેપ્‍ટિક ક્રીમના લોન્‍ચ સાથે, ડેટોલ તેના વર્તમાન એન્‍ટિસેપ્‍ટિક લિક્‍વિડની ધરોહરમાં કાપા અને ઘાના સેગમેન્‍ટમાં પોતાનું સ્‍થાન બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(4:08 pm IST)