Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

લકઝરીમાં મુસાફરના સ્વાંગમાં દારૂની હેરાફેરી કરતા વધુ બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા

ગાંધીનગર :  ગુજરાતમાં દારૃબંધી છે ત્યારે ગુજરાતમાં વિદેશી દારૃ ધૂશાડવા માટે ચિલોડા-હિંમતનગર હાઇવેનો ઉપયોગ થાય છે. અગાઉ એસટી બસમાં અને હવે ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરના સ્વાંગમાં બુટલેગરો વિદેશી દારૃની હેરાફેરી કરતા હોય છે ત્યારે પોલીસે રાજકોટના બે મુસાફરોને લક્ઝરી બસમાંથી વિદેશી દારૃની ૨૪ બોટલો સાથે ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચિલોડા હિંમતનગર હાઇવે ઉપરથી પસાર થતી એસટી બસમાં મુસાફરના સ્વાંગમાં ઘણા બુટલેગરો દારૃની હેરાફેરી કરે છે ત્યારે હવે ખાનગી લક્ઝરીમાં પણ આ રીતે વિદેશી દારૃનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે જે મુખ્યત્વે અમદાવાદ લઇ જવામાં આવે છે ત્યારે તાજેતરમાં પણ આ પ્રકારે મુસાફરના સ્વાંગમાં બુટલેગરો પકડાયા હતા.વિધાનસભા ચૂંટણી ટાણે પણ આ પ્રકારની હેરાફેરી અટકવાનું નામ લેતી નથી ત્યારે ચંદ્રાલા પાસે રાજસ્થાન તરફથી આવતી લક્ઝરી બસને ઉભી રાખીને તેમાં તપાસ કરવામાં આવતા રાજકોટ-ઉપલેટાના બે મુસાફરો સમિર હનિફભાઇ ડોડાય અને અજમલ અકબર ભાઇ સુર્યા પાસેથી વિદેશી દારૃની ૨૪ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો અને આ મુસાફરો રાજસ્થાનથી દારૃ લાવ્યા હોવાની કબુલાત કરી હતી.

(6:41 pm IST)