Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વડોદરામાં મોર્નીગ વોકમાં નીકળેલ લોકોના ગળામાંથી ઓછૉડ તોડતી ગેંગ બની સક્રિય:મુખ્યસુત્રધાર સહીત બે સાગરીતોની શોધખોળ

વડોદરાઃ શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળતા લોકોના ગળામાંથી અછોડા તોડતી ગેંગના સૂત્રધારને પોલીસે ઝડપી પાડી તેના બે સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.

શહેરના જુદાજુદા વિસ્તારોમાં વહેલી સવારે બાઇક લઇને નીકળતા અછોડાતોડો મોર્નિંગ વોક માટે નીકળેલા એકલવાયા મહિલા કે પુરૃષે પહેરેલા અછોડા લૂંટતા હોવાના બનાવો બનતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચે વોચ રાખી હતી.

ડભોઇ રોડ ગણેશનગર વિસ્તારમાં પીઆઇ એમ એફ ચૌધરી અને પીઆઇ પી બી દેસાઇની ટીમે બાઇક પર જતા એક શકમંદને અટકાવી તપાસ કરતાં તેની પાસે સોનાના ત્રણ અછોડા મળી આવ્યા હતા તેમજ સોનાનો એક ટુકડો મળ્યો હતો.

પોલીસે પૂછપરછ કરતાં બાઇક સવારનું નામ તરૃણ ઉર્ફે જુજુ નટવરભાઇ સોલંકી(રત્ન હેવન સોસાયટી, રતનપુર,ડભોઇરોડ) હોવાનું ખૂલ્યું હતું.તેણે અન્ય  બે સાગરીતો સાથે શહેરના વાસણા-ભાયલી,માંજલપુર જેવા વિસ્તારોમાં છ મહિનાના ગાળામાં આઠ અછોડા તોડયા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે અછોડા તેમજ બાઇક,મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ રૃ.૨.૯૪ લાખની મત્તા કબજે કરી તરૃણ સોલંકીના સાગરીતો ધર્મેશ સરોજ(ગણેશ નગર-૧,ડભોઇરોડ) અને  જેસલ ઉર્ફે જગદીશ તડવી(કેલનપુર રેલ્વે સ્ટેશન પાછળ)ને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

(6:48 pm IST)