Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સોઢલીયા ગામમાં ખેતરના રસ્તા બાબતે માર મારી ધમકી આપવા બાબતે સામ સામી 8 વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નાંદોદ તાલુકાના સોઢલીયા ગામમાં રસ્તા જેવી નજીવી બાબતે મારા મારી કરી ધમકી આપવા બાબતે બંને પક્ષે સામ સામી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર કપીલાબેન ગોપાલભાઇ બારીયા(રહે.સોઢલીયા તા.નાદોદ )નાઓએ આપેલી ફરીયાદ મુજબ તેઓ સોઢલીયા ગામની સીમમા આવેલ પોતાના ખેતરમા ઘાસ કાપતા હતા આ વખતે રાજેશ કાંતિભાઈ પટેલ મજુરોને કહેતા હતા કે કેનાલ ઉપરન રસ્તો છે માથાકૂટ થતા રાજેશભાઇ કાંતીભાઇ પટેલ તથા (૨) મીતકુમાર રાજેશ ભાઇ પટેલ(૩) મયુરીબેન રાજેશભાઇ પટેલ (૪) અર્જુન ભાઇ નાનાભાઇ તડવી (તમામ રહે.સોઢલીયા તા-નાંદોદ) નાઓ ઉસ્કેરાઈ જઈ ફરીને ગમે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારતા તે સમયે જિજ્ઞેશભાઇ, ગોપાલ ભાઇ તથા રાજેશ્વરીબેન વચ્ચે છોડાવવા પડતા તેમને પણ ઢીક્કાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચારેય વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે સામાં પક્ષે રાજેશભાઇ કાંતીભાઇ પટેલ એ પણ આ બાબતે ફરીયાદ આપી જેમાં જિજ્ઞેશભાઇ ગોપાલ ભાઇ બારીયા (૨) ગોપાલભાઇ મથુરભાઇ બારીયા (૩) કપીલાબેન ગોપાલ ભાઇ બારીયા (૪) રાજેશ્વરીબેન ગોપાલભાઇ બારીયા નાઓએ રસ્તા બાબતે માથાકૂટ કરી ધમકી આપતા સામ સામી ફરીયાદમાં કુલ 08 વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(12:55 am IST)