Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ક્ષયના દર્દીઓને સામુદાયિક આધાર : ધોળકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વટામણના ટી.બી.ના ૨૨ દર્દીઓને પોષણયુક્ત કીટ આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ક્ષયના દર્દીઓને સામુદાયિક આધાર : સિધ્ધિ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વટામણ - ધોળકા તેમજ તાલુકા આરોગ્ય કચેરી ધોળકા અને જિલ્લા ક્ષય કેન્દ્ર, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ધોળકા ટી.બી યુનિટના દર્દી ઓને પોષણ યુક્ત  કીટ ( ન્યુટ્રિશન કીટ ) વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ક્ષય અધિકારી  ડૉ. કાર્તિક શાહ ,સિધ્ધિ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના જનરલ મેનેજર, વહિવટી સ્ટાફ, ઇન્ચાર્જ ટી.એચ.ઓ ડૉ.કૃણાલ મહેરીયા  ઉપસ્થિત રહી ને વટામણ પી.એચ.સીના ૨૨ દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી.

(7:51 pm IST)