Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં બિલ્ડિંગના બેઝમેન્ટમાં ધમધમતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડી 6 નબીરાઓને ઝડપી પાડયા

વડોદરા:શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે સમયે ચોક્કસ માહિતીના આધારે કુણાલ ચોકડી પાસે આવેલી પાર્ક પ્લાઝા બિલ્ડીંગના બેઝમેન્ટમાં દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા છ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં કૃતાર્થ મહેશભાઈ પરમાર ( રહે - ભાગ્યોદય સોસાયટી, સહયોગ પોલીસ ચોકી સામે, ગોરવા ), ભાવેશ ચંપકભાઈ સોલંકી (રહે- શ્રદ્ધા એવન્યુ ,દશામા ચોકડી પાસે, ગોરવા ), આકાશ જગદીશભાઈ સોલંકી (રહે- રત્નકર ટેનામેન્ટ, પુષ્પમ ટેનામેનટની પાછળ ગોત્રી રોડ ), ભૌમિક પ્રકાશભાઈ પંચાલ ( રહે- સૌરભ પાર્ક, સમતા ફ્લેટ ની પાછળ, સુભાનપુરા), બેન્ઝામીન ન્યુટનભાઈ કાઠી (રહે- ગુણાતીત પાર્ક ,કલ્પવૃક્ષની પાછળ ,ગોત્રી)  અને ભાવિન જેન્તીભાઈ સોલંકી (રહે -રત્નાકર ટેનામેન્ટ,  શ્રીનાથ રેસીડેન્સી સામે ,ગોત્રી) નો સમાવેશ થાય છે. 

દરોડા દરમિયાન પોલીસે અડધી ભરેલી એક દારૂની બોટલ, એક ખાલી દારૂની બોટલ, ઠંડા પીણાની બોટલ તથા 6 મોબાઈલ ફોન અને 04 બાઇક મળી 2.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

(6:01 pm IST)