Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

નર્મદા જિલ્લાના પાંચ તાલુકાની ૧૮૭ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાંજ સુધીમાં ૮૭ ગ્રામ પંચાયતોના પરિણામમાં વિજેતા ઉમેદવારો ના નામ જાહેર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી યોજાયા બાદ તેની મતગણતરી થતા કેટલીક ગ્રામપંચાયતની મતગણતરી પૂર્ણ થતાં વિજેતા ઉમેદવારોના નામ જાહેર થતાં જ ભારે ખુશી જોવા મળી, જ્યારે હારેલા ઉમેદવારોમાં નિરાશા જોવા મળી હતી.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સાંજે છ વાગ્યા સુધી ૫૭ ગ્રામ પંચાયતોમાંથી ૩૦ ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા હતા.
 નાંદોદ તાલુકામાં વિજેતા થયેલ ગ્રામ પંચાયતોમાં ઓરી મા અરુણાબેન હસમુખભાઈ વસાવા, નરખડી માં મધુબેન રસિકભાઈ વસાવા, સોઢલિયા માં ઉર્મિલાબેન રમેશભાઈ તડવી, રસેલા માં ભાવિકાબેન શૈલેષભાઈ વસાવા, નવાપરા માં રેખાબેન હસમુખભાઈ વસાવા, હેલંબી માં મુકેશભાઈ કેશવભાઈ વસાવા, અનિદ્રામાં જશુબેન કોયજીભાઈ વસાવા, તોરણામાં નીતિનકુમાર નરેશભાઈ વસાવા, ધમણચા માં નર્મદાબેન મનસુખભાઈ વસાવા, કાકડવા માં ગીતાબેન રાજેશભાઈ વસાવા, ભૂછાડ માં શર્મીલાબેન મુકેશભાઈ વસાવા, જેસલપુર માં કપિલાબેન હરેશભાઈ વસાવા, ટંકારી માં લીલાબેન ડાહ્યાભાઈ તડવી, રાણીપુરા માં અંજનાબેન નંદુભાઈ વસાવા, થરી માં ઉર્મિલાબેન ચંદુભાઈ તડવી, ધાનપુર માં દક્ષાબેન અમલેશભાઈ વસાવા, ગાડીતમાં હસમુખભાઈ શાંતિલાલ વસાવા, રીંગણી માં નિકિતાબેન દિનેશભાઈ વસાવા, ઘાટા માં પ્રેમીલાબેન રાજેન્દ્રભાઈ વસાવા, વરખડ માં પ્રતિક્ષાબેન અલ્કેશભાઇ વસાવા, વિરપોર માં મહેશભાઈ ભાયલાલભાઈ વસાવા, વરાછામાં અનિતાબેન સુનિલભાઈ વસાવા, જુનારાજ માં જીગ્નેશભાઈ ગોપાલભાઈ વસાવા, જીત નગર માં વંદનાબેન સુરેશભાઈ વસાવા, જીતગઢ માં મનીષભાઈ મુકેશભાઈ વલવી, મોટા રાયપુરા માં મનોજભાઈ ગોપાલભાઈ વલવી, રાજુવાડીયા માં ભાવસિંગભાઈ બોકડિયાભાઈ વસાવા, નાવરા માં પારૂલબેન દેવેન્દ્ર ભાઈ વસાવા નો વિજય થયો હતો.
  નર્મદા જિલ્લામાં સાંજે છ વાગ્યા સુધીમાં નાંદોદ ની ૫૭ ગ્રામ પંચાયતમાંથી ૩૦ ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા છે ત્યારે તિલકવાડામાં ૨૬ ગ્રામ પંચાયતમાંથી ૧૮ ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા છે, ગરુડેશ્વર માં ૩૫ ગ્રામ પંચાયતો માંથી ૧૩ ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા છે, દેડિયાપાડાની ૩૯ ગ્રામ પંચાયતો માંથી ૧૪ ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા છે તથા સાગબારા ની ૩૦ ગ્રામ પંચાયતો માંથી ૧૨ ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા છે.

(11:29 pm IST)