Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

અમદાવાદમાં નિર્માણધીન ઓવર બ્રીજ તૂટ્યો : જાનહાની ટળી

અમદાવાદ ખાતે નિર્માણાધીન બ્રીજ તૂટી પડવાની ઘટના સામે આવી છે. મહંમદપુરા ચોકડીએ બની રહેલ બ્રીજ ગઇકાલે રાત્રે ધરાશાયી થયો હોત. સદ્નસીબે હજુ પુલ ઉપર વાહન વ્યવહાર શરૂ ન થયો હોવાથી જાનહાની કે  ઇજાની ઘટના ટળી હતી. બ્રીજના કેબલ કામ દરમિયાન ઘટના બની હોવાનું જાણવા મળેલ છે. ઘટના સમયે ૪ થી પ મજુરો બ્રીજ ઉપર કાર્યરત હતા. સદ્નસીબે તમામનો આબાદ બચાવ થયો હતો. ઓવરબ્રીજ તૂટ્યાની જાણ થતા ફાયરબ્રીગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. (તસ્વીર : અહેવાલ : કેતન ખત્રી, ગૌરવ ખત્રી, અમદાવાદ)

(3:07 pm IST)