Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને હર્ષ સંઘવીને મળતા ગુણુભાઇઃ રાજકોટ આવવા આમંત્રણ પણ આપ્યું

રાજકોટઃ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને કલબની પ્રવૃતિથી વાકેફ કર્યા હતા. ગુણુભાઇએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને સરગમ કલબની પ્રવૃતિઓની ઝાંખી કરાવતી બુકલેટ આપી હતી. ગૃહરાજયમંત્રીશ્રીને રાજકોટ આવવા આમંત્રણ પણ આપ્યું હતુ. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી અરવિંદભાઇ રૈયાણી ઉપરાંત કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાના અંગત મદદનીશ તેજસ ભટ્ટી, રાજેન્દ્રભાઇ શેઠ વગેરે ઉપસ્થિત રહયા હતા.

(3:08 pm IST)