Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વકીલની કારને આંતરી તોડફોડ કરનાર માથાભારે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: જિલ્લાના સાવલી તાલુકા ખાતેના મુવાલ ગામ નજીકથી પસાર થતા ગામના જ વકીલની કારને ટોળાએ આંતરી કારની તોડફોડ કરી જાતિ વિરોધી શબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી અંગેનો બનાવ સાવલી પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે 17 આરોપીઓ સહિત 80થી વધુ વ્યક્તિના ટોળા સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપીઓએ  પૂર્વ આયોજિત કાવતરું ઘડી મારક હથિયારો સાથે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જયેશકુમાર પરમાભાઇ બાકરોલા રહે દીપાપુરા સાવલી ની કાર રોકી અપશબ્દો બોલ્યા હતા. જાતિ વિરોધી શબ્દો બોલી આરોપીઓએ વકીલની કારના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓમાં પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ રયજીભાઈ ચૌહાણ, ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ, વિપુલ મહેન્દ્રસિંહ ચૌહાણ, ગોપાલ પ્રદીપભાઈ ચૌહાણ, ગોપાલભાઈ વિક્રમભાઈ ચૌહાણ, જીગ્નેશભાઈ પ્રદીપભાઈ ચૌહાણ, અજીતભાઈ ચંદુભાઇ ચૌહાણ, વિષ્ણુભાઈ અશ્વિનભાઈ વાઘેલા, અશ્વિન ભાઈ ગણપતભાઈ વાઘેલા, ખુમાણભાઈ સોમાભાઈ ચૌહાણ, મુકેશભાઈ રંગીતભાઈ વાઘેલા, સંજયભાઈ રંગીતભાઈ વાઘેલા, સીકાંત ભાઈ કલ્યાણભાઈ ચૌહાણ, શૈલેષભાઈ કલ્યાણસિંહ વાઘેલા, મનોજભાઈ અર્જુનભાઈ વાઘેલા, અને જયેશભાઈ પ્રવીણભાઈ વાઘેલા (તમામ રહે- દીપાપુરા ,સાવલી) તથા 100 વ્યક્તિના ટોળાનો સમાવેશ થાય છે.તેવી ફરિયાદના આધારે સાવલી પોલીસે એટ્રોસિટી , રાયોટીંગ, ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.

(6:26 pm IST)