Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

અમદાવાદ :દસ લાખ લોકોને કેનેડાના પીઆર આપવાનું કહી ડાકોરના શખ્સે 62 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ : ચિટિંગ ચારેકોર ચાલી રહ્યું હોય તેમ છેતરપિંડીની ત્રણ ફરિયાદો નોંધાઈ છે. દસ લોકોને કેનેડાના પીઆર વિઝા અપાવવાનું કહી ડાકોરના શખ્સે 62 લાખની ઠગાઈ કરી છે. તો, ન્યુ રાણીપના એક્સપોર્ટ - ઈમ્પોર્ટ કરતા ધંધાર્થી સાથે ઓનલાઈન મળેલી તામિલનાડુની પેઢીએ 17 લાખની ઠગાઈ કરી છે. તો, મિઠાઈ ઉત્પાદક ભોગીલાલ મુળચંદ પેઢીના બેન્ક એકાઉન્ટમાંથઈ 75 લાખ રૂપિયાનું ઈ-ચીટિંગ થયાની ફરિયાદ નોંધાવાઈ છે.

નારણપુરામાં રહેતા નૈનેશભાઈ બાબુભાઈ પટેલ વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે. તેમણે ડાકોરમાં રહેતા વિનય અનિલભાઈ શુક્લ સામે 62.69 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. નૈનેશભાઈએ સગાસંબંધી મળી દસેક ગ્રાહકના કેનેડા પીઆર વર્કના કામ વિનય શુક્લને સોંપ્યા હતા. ટૂકડે ટૂકડે તેમના ખાતામાં પૈસા જમા કરાવાયા હતા. પીઆર કરાવી આપવાના બાંહેધરી કરાર પણ અપાયા હતા. જુન-2020થી અત્યાર સુધીમાં કુલ 62 લાખ રૂપિયા મેળવ્યા પછી એક એજન્ટ તરીકે વિઝાનું કામ નહીં કરી આપી છેતરપિંડી કરાયાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવાઈ છે. ન્યુ રાણીપમાં રહેતા અજિંક્ય રાજન ઈમ્પોર્ટ - એક્સપોર્ટનો વ્યવસાય કરે છે. નૌકાદળમાંથી રિટાયર્ડ થયેલા તેમના પિતા તેમના વેપારમાં મદદ કરે છે. ઓનલાઈન વેપાર કરતા અજિંક્યભાઈને એક વેબસાઈટ ઉપર સરવાના દુર્ગા ટ્રેડર્સ નામની પેઢીની 15000 કિલો તલની ડીમાન્ડ હોવા અંગે જાણકારી મળી હતી. આ પાર્ટીને મળવા તેમજ જાણકારી મેળવવા માટે પિતા-પુત્ર તામિલનાડુના ઈરાડ ગામે ગયા હતા.

(6:27 pm IST)