Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

અમદાવાદ સહીત મહાનગરોમાં કોરોનાએ ઝડપ વધારી :રાજ્યમાં 91 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 41 દર્દીઓ સાજા થયા:સુરત અને દેવભૂમિ દ્વારકામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું:કુલ મૃત્યુઆંક 10.106 થયો :કુલ 8.18.0510 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.82.360 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 26 કેસ, સુરતમાં 17 કેસ, રાજકોટમાં 15 કેસ,વડોદરામાં 12 કેસ, વલસાડમાં 6 કેસ,જામનગરમાં 5 કેસ, નવસારીમાં 4 કેસ, ગીર સોમનાથ અને ખેડામાં 2-2 કેસ, કચ્છ અને તાપીમાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 637 એક્ટિવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં હતા,ત્યારે છેલ્લા કેટલાક ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 91 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 41 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 91 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 41 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.18.051 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી સુરત અને દેવભૂમિ દ્વારકામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.106 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.70 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.82.360 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8,76.83.762 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ  637 એક્ટિવ કેસ છે, જેમાંથી 9 લોકો વેન્ટિલેટર પર અને 628 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18.051 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી સુરત અને દેવભૂમિ દ્વારકામાં એક-એક  દર્દીનું મૃત્યુ થયું છે ,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.106 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 91 કેસમાં અમદાવાદમાં 26 કેસ, સુરતમાં 17 કેસ, રાજકોટમાં 15 કેસ,વડોદરામાં 12 કેસ, વલસાડમાં 6 કેસ,જામનગરમાં 5 કેસ, નવસારીમાં 4 કેસ, ગીર સોમનાથ અને ખેડામાં 2-2 કેસ, કચ્છ અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:00 pm IST)