Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ડીજી વિજિલન્સ ટીમનો સપાટો : નરોડામાં જુગારધામ પર દરોડા : 12 શખ્સો ઝડપાયા :નરોડા પોલીસ ઊંઘતી ઝડપાઇ

કુખ્યાત સુખાના જુગારધામ પર વિજિલન્સની ટીમ ત્રાટકી: 7 વાહનો, 9 મોબાઈલ ફોન, 50 હજાર રોકડ સહિતના મુદ્દામાલ સાથે 12થી વધુ જુગારીઓ ઝડપાયા

અમદાવાદમાં ડીજી વિજિલન્સ ટીમ ફરી એક્શનમાં આવી છે. ડીજી વિજિલન્સ ટીમે નરોડા વિસ્તારમાં જુગારધામ પર દરોડા પાડ્યા હતા. ડીજી વિજિલન્સ ટીમે દરોડામાં 12 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે નરોડા પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. વિજિલન્સ ટીમે નરોડા ગામના કુખ્યાત અને છેલ્લા કેટલાંય સમયથી પોલીસની નાકમાં દમ કરી મુકનાર સુખાના જુગારધામ પર દરોડા પડ્યા હતા. દરોડામાં 12 જેટલા જુગારીઓની ધરપકડ કરી છે

અમદાવાદમાં નરોડા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા જુગારધામ પર ડી.જી વિજિલનસે દરોડા પાડ્યા. કનુભાઈના વાડો દરબારવાસ પાસે જુગારધામ ચાલતું હતું. જ્યાંથી 12 લોકોની ધરપકડ કરી. પોલીસે આપીઓ પાસેથી 7 વાહનો, 9 મોબાઈલ ફોન, 50 હજાર રોકડ મળીને 2 લાખ 29 હજાર 180 રૂપિયાનો મુદ્દમાલ કબજે કર્યો. ડીજી વિજિલન્સે તમામ આરોપીઓને હાલ નરોડા પોલીસને સોંપ્યા છે

(9:57 pm IST)