Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

બીતાડા ગામમાં ઝેરી દવા પિનાર શખ્સનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બીતાડા ગામમાં એક શખ્સ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
  પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 20 ડિસેમ્બરે બપોરે એક વાગે  સુરેશભાઇ કડવાભાઇ વસાવા (ઉ.વ ૪૦) (  રહે,નીચલુ ફળીયુ બિતાડા ગામ તા-નાંદોદ જિ-નર્મદા )એ પોતાનુ જીવન ટૂંકાવવા આપઘાત કરવા જાતે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે પહેલા રાજપીપળા સીવીલ હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે એસ.એસ.જી.હોસ્પીટલ વડોદરા ખાતે લઇ જતા તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(11:01 pm IST)